Archive for June, 2013


શિક્ષક સજ્જતા તાલીમ (૬/૫/૨૦૧૩ થી ૧૦/૫/૨૦૧૩)
સ્થળ : શ્રી હરી તપોવન ગુરુકુળ – રામપર વેકરા(કચ્છ)
BK-0005

BK-0019

BK-0018

BK-0013

BK-0008

BK-0006

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ના SSC માર્ચ-૨૦૧૩ પરિણામ અખબારી યાદી

ભારતના પ્રાચીન ઇતિહાસમાં સુંદ અને ઉપસુંદ નામે બે રાક્ષસ ભાઈઓની વાત આવે છે. આ બે ભાઈઓ બહુ બળવાન હતા. તેમને એવું વરદાન હતું કે આ દુનિયામાં કોઈ તેમને મારી શકે નહિ. હજારો વર્ષ પહેલાં આ બનેલું છે. તેમની પાસે ઘણાં ઘાતક શસ્ત્રો હતાં અને તેના વડે તે ભાઈઓ જે કોઈ સામે મળે તેને મારતા, લૂંટી લેતા અને મારી પણ નાખતા. લોકો અને દેવતાઓ તેમનાથી બહુ ત્રાસી ગયા એટલે બધાએ ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરવા માંડી. આને પરિણામે તેમની સામે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. લોકોએ તેમને પોતાના દુ:ખોની કથની કહી સંભળાવી, વિષ્ણુએ કહ્યું, ‘ચિંતા કરશો નહિ. હું તેમને જોઈ લઈશ.’

વિષ્ણુ ભગવાને અત્યંત સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને મોહિત કરી નાખે તેવી અત્યંત સુંદર તિલોત્તમા  બની ગયા. આ તિલોત્તમા તે બંને ભાઈઓ પાસે ગઈ અને તે બંનેની વચ્ચે બેસી ગઈ. તેણે પ્રથમ એક ભાઈ તરફ જોયું પછી બીજા ભાઈ તરફ જોયું. પછી બંનેની વચ્ચે ઊભી રહી. હવે આ બે ભાઈઓએ બીજાઓને મારવા પીટવાનું બંધ કરી દીધું અને બંનેએ તે પરમ સુંદરી તિલોત્તમાને પરણવાની ઇચ્છા પ્રદર્શિત કરી. તિલોત્તમાએ પ્રત્યુત્તરમાં કહ્યું, ‘હું તમને બંનેને એક સાથે ન પરણી શકું. તમારામાંથી ગમે તે એકને પરણીશ.’

સુંદે  કહ્યું, ‘હું તેને પરણીશ.’
ઉપસુંદે કહ્યું, ‘ના હું તેને પરણીશ.’

આમ કહીને તે બંને લડવા માંડ્યા અને અંતે બંનેએ એકબીજાને મારી નાંખ્યા. તિલોત્તમા જતી રહી.

ઈશ્ર્વરની ઇચ્છાને કોણ સમજી શકે? તે ક્યારે અને શું કરવાનો છે તે કોણ જાણી શકે ? માણસે તો શાંતિમય જીવન જીવતાં પરમ સત્ય રૂપ પરમાત્માને યાદ કરવાના છે.

ગુજરાત રોજગાર સમાચાર (૫/૬/૨૦૧૩)

ડા. હેરલ્ડ પુટહોફ અને ડા. રસેલ ટાર્ગ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રી હોઈ અમેરિકામાં સ્ટેનફર્ડ યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આધ્યાત્મિક ઘટનાઓ અને આધ્યાત્મિક શક્તિ ઉપર સંશોધન કરતા હતા. તેઓ ઓક્લેન્ડ આશ્રમ ખાતે ગણેશપુરીમાં મુક્તાનંદ બાબા સાથે વિચાર-વિનિમય કરવા આવ્યા હતા. તેઓ લેસર કિરણોના ઉપયોગનું કામ કરતા હતા. મુક્તાનંદ બાબાએ કહ્યું :

ભારતના જૂના જમાનાના મહાભારત ગ્રંથમાં હાલ અવકાશમાં છોડાય છે તેવાં શસ્ત્રોનો ઉલ્લેખ છે. તે જમાનામાં કેટલીક એવી વ્યક્તિઓ હતી જેમની શક્તિ સૂર્ય અને ચંદ્ર સુધી પહોંચતી હતી પણ હવે એવા સમર્થ પુરુષો નથી. તેમનાં શસ્ત્રો ખૂબ જ નાનાં રહેતાં અને છતાં તેનાથી ઘણા દૂરનાં નિશાન ખૂબ ચોકસાઈથી પાડી શકાતાં. તે વખતે કેવળ મનની શક્તિથી અને મંત્રશક્તિથી શસ્ત્રો બનાવવામાં આવતાં. તે જમાનામાં સંતો અને દ્ષ્ટાઓ એવું તપસ્વી જીવન જીવતા કે જેથી તેમનામાં એવી શક્તિઓ આવતી અને આ શક્તિઓ અતિ શુદ્ધ એવા મનમાંથી પ્રગટ થતી. અત્યારે તો લોકો એમ જ માનતા થઈ ગયા છે કે યંત્રોથી જે જોઈએ તે મળી શકે છે. એટલે મનની શુદ્ધિની કોઈ કિંમત જ રહી નથી. લોકોને એની કોઈ જરૂર જણાતી નથી. તેમ છતાં પણ કોઈ પાસે આવી પ્રચંડ દિવ્ય શક્તિ હોય છે કે જેના બળ વડે તેઓ દીવાસળી વડે નહીં પણ કેવળ મંત્રબળથી જ અગ્નિ પ્રગટ કરી શકે છે. યૌગિક પરંપરામાં ઘણા સિદ્ધ મહાપુરુષો થઈ ગયા છે જેઓ અત્યંત શક્તિશાળી હતા. દા.ત. મારા ગુરુ. તેઓ તમારા તરફ ગમે તે વસ્તુ ફેંકે અને તમે તરત જ ધ્યાનસ્થ થઈ જાઓ. આવા લોકો વાસના અથવા ઇચ્છારહિત પૂર્ણ વિશુદ્ધ જીવન જીવતા હોવાને કારણે આવી શક્તિ સંપાદન કરે છે. મોટે ભાગે આવા મહાપુરુષો ત્યાગી જ હોય છે.

ગુજરાત રોજગાર સમાચાર (૨૯/૫/૨૦૧૩)

ગણેશપુરીના મુક્તાનંદ બાબા મુંબઈમાં સાધના કરતા હતા ત્યારથી સાચી બનેલી ઘટના છે.

રામદાસ નામનું વહાણ એક દિવસ સવારે અગિયાર વાગે ઊપડવાનું હતું. બાબાએ આ વાત કરેલી. મારા રહેઠાણની બહાર મેં તે દિવસે વહેલી સવારે મોટો કોલાહલ થતો સાંભળ્યો, તેથી શું થયું છે તે જોવા હું બહાર નીકળ્યો. મેં જોયું તો એક બાઈ એક પુરુષને પકડીને ઊંચા સાદે ગાળો દેતી હતી. તે કહેતી હતી કે આ માણસે તેને ત્રણ મહિનાથી એક પૈસો પણ આપ્યો ન હતો. અને હવે એને મૂકીને નાસી જતો હતો. બાઈનો આ આક્ષેપ સદંતર જૂઠો હતો. પેલો માણસ સદ્ગૃહસ્થ હતો અને તે મારી પડોશમાં જ રહેતો હતો, પરંતુ તેના દુશ્મનોએ તેને અપમાનિત કરવા માટે આવું કાવતરું રચ્યું હતું. પોલીસે આવી તે બંને જણને પકડીને જેલમાં પૂરી દીધાં. પરિણામે પેલો માણસ વહાણમાં જવાનો હતો પણ જઈ ન શક્યો. તે સાંજે તે મને મળવા આવ્યો અને મારી પાસે ખૂબ રડીને શોક વ્યક્ત કર્યો. મેં તેને આશ્ર્વાસન આપ્યું, ‘ભાઈ, રડીશ નહીં. આમાં ઈશ્ર્વરનો જ કોઈ સંકેત હશે.’ ત્યાર પછી સાંજના પાંચ વાગતાં સમાચાર આવ્યા કે જે વહાણમાં તે જવાનો હતો તે વહાણ ઊંધું વળી ગયું હતું અને તેમાંના બધા માણસો ડૂબીને મરી ગયા હતા. ફક્ત આ માણસ જ તેમાં ગયો નહિ એટલે જીવતો રહ્યો. તે દોડતો મારી પાસે આવ્યો અને મને ભેટી પડ્યો. આ ઉપરથી જોઈ શકાશે કે કર્મની અસરોમાંથી કોઈ છટકી શકતું નથી, ભલે તેેં સારાં કર્મો હોય કે બૂરાં, આ માણસની મૃત્યુની ઘડી હજી આવી ન હતી. જ્યારે બીજાઓની ઘડી આવી ગઈ હતી તેથી જ આ દુર્ઘટના બની.

ગુજરાત રોજગાર સમાચાર (૨૨/૫/૨૦૧૩)

આપણે બજારમાં ઘી કે તેલ લેવા જઈએ છીએ ત્યારે લેતાં પહેલાં સૂંઘીએ છીએ. કેરી કે અગરબત્તીની પણ સોડમ લઈએ છીએ; માટલાં લેવા જઈએ તો પણ ટકોરા મારી મારીને ખરીદીએ છીએ. આમ, આપણે જે કંઈ ટકોરા મારીને ખરીદીએ છીએ તેને જ ઘરમાં લાવીએ છીએ. પણ, આપણે આપણા ઘરમાં જે કંઈ લક્ષ્મી લાવીએ છીએ, તેને નથી સૂંઘતા, નથી ચકાસતા કે નથી ટકોરા મારતા ! એ તો ગમે તેટલી, ગમે ત્યાંથી, ગમે તે રીતે આવી હોય તોય કશો વાંધો જ નહીં !

વસ્તુત: એક એક કણની જેમ એક એક પૈસો જે કમાઈએ તેને પૂછતાં શીખો કે તે ક્યાંથી, કેવી રીતે આવ્યો ? નીતિથી, પ્રામાણિકતાથી, ધર્મથી આવેલો છે કે કેમ એ સૂંઘતાં શીખો. આપણને એ તો ટેવ જ નથી. જે કમાયા તે ચપ દઈને ઘરમાં ન ઘાલીએ. ને લક્ષ્મીને પણ સૂંઘીને લેતાં શીખીએ તો, સુખ જ સુખ થઈ જશે.

ગુજરાત રોજગાર સમાચાર (૧૫/૫/૨૦૧૩)