Latest Entries »

નાણાકિય વર્ષ :૨૦૨૩-૨૪ મુજબ આવક્ના આધારે ભરવા પાત્ર આવકવેરાની ગણતરીની excel ફાઇલ મુકેલ છે….. તમામ બાબતોને ધ્યાને રાખી ગણતરી દર્શાવેલ છે…. ભુલ જણાય તો અવશ્ય કોમેન્ટ કરશો.. સુધારવાના તમામ પ્રયત્ન કરશુ…

સમગ્ર શિક્ષા અભિયાન ગીર સોમનાથ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પ્રાથમિક શાળાઓ માટે મંજુર કરેલ તમામ ગ્રાન્ટના પરીપત્રો મુકેલ છે. ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાશે….

વખતો વખત થતા તમામ ગ્રાન્ટના આદેશો અહિ મુકવામા આવશે… માટે સમયાંતરે બ્લોગની અવશ્ય મુલાકાત લેતા રહેશો… અને આપના પ્રતિભાવો જણાવવાનુ ચુકશો નહી….

શાળા કક્ષાએ શાળા આપતિ વ્યવસ્થાપન પ્લાન અને વિવિધ સમિતિઓની રચનાની ફાઇલ અહી આપેલ છે…. જરુર આપને ઉપયોગી બનશે….

સરકારી કર્મચારી કે કચેરીની કોઇ લેણી નિકળતી રકમ અથવા કોઇ સ્પર્ધાત્મક પરિક્ષાના ફી ની રકમ બેંક મારફત સરકારી હેડ મા જમા કરવાની થાય ત્યારે નિયત નમુનાનુ ચલણ 4 કોપીમા તૈયાર કરી બેંકને આપવુ પડે છે.

વિભાગ-A– [ઠેતુલક્ષી પ્રશ્નો] ———[10]

પ્રશ્ન ક્રમ 1 થી 10 [10 પ્રશ્નો][દરેક સાચા ઉત્તરનો 1ગુણ રહેશે], બધા પ્રશ્નો ફરજિયાત રહેશે.

આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે …….. MCQ [બહુવિકલ્પ પ્રશ્નો], MRQ [એક કરતાં વધારે], જવાબવાળા MCQ), ખરાં-ખોટાં, ખાલી જગ્યા, વ્યાખ્યા. સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, જોડકાં …….. વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. કોઈ પણ પ્રકારના પ્રશ્નો ૨ કે ૩ થી વધી ન જાય તેની કાળજી લેવી.

વિભાગ-B-– [ટૂંકા પ્રશ્નો]—[16]

પ્રશ્ન ક્રમ 11 થી 18 (8 પ્રશ્નો), દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે. કોઈપણ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-C– [ટૂંકા પ્રશ્નો]—[12]

પ્રશ્ન ક્રમ 19 થી 22 (4 પ્રશ્નો) છે, (દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.), કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

વિભાગ-D– [લાંબા પ્રશ્નો]—[12]

પ્રશ્ન ક્રમ 23 થી 25 (3 પ્રશ્નો), [દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે], કોઈપણ 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ આખરે શૈક્ષણિક સત્ર 2024 માટે ધોરણ 10 અને 12 માટે ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ 2024 ની જાહેરાત કરી છે. GSEB તારીખ પત્રક 2024 સત્તાવાર વેબસાઇટ પર સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે. http://www.gseb.org પર અને વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરી શકે છે અને બોર્ડની પરીક્ષાની અસરકારક રીતે તૈયારી શરૂ કરી શકે છે.

પરીક્ષાઓ 11 માર્ચ, 2024 થી શરૂ થશે અને મુખ્ય વિષયો માટે એક દિવસના અંતર સાથે 26 માર્ચ, 2024 સુધી ચાલશે. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીના ગત ૨ જી ઓક્ટોબરનાં રોજ થયેલ સમાપનની સાથોસાથ માન.વડાપ્રધાનશ્રીએ પ્રારંભ કરાવેલ સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં ” સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સમાજ” નું નિર્માણ કરવાનું અભિયાન હાથ ધરાયેલ છે. આવા સમયે પૂજ્યબાપુના પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન કરવા અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના માધ્યમથી પર્યાવરણ વિષયક જાગૃતિ ઉભી થાય તે માટે શાળા કક્ષાએ એક નવતર પ્રકલ્પ પર્યાવરણ પ્રયોગશાળા, કિચન ગાર્ડન અને ઔશધી બાગ અમલમાં આવેલ છે.

પ્રાથમિક શાળામા શાળા વ્યવસ્થાપન સમિતિ અને આચાર્યના સંકલનમા રહી શેક્ષણિક વર્ષના સરુઆતમાં જ શાળાની શેક્ષણિક અને ભૌતિક સુવિધાઓનુ અવલોકન કરી ચાલુ વર્ષમા સુધારો અને ઉણપ ને કેવી રીતે દુર કરી શકાય તેનુ સમય મર્યાદા સાથેનુ આયોજન એટલે શાળા વિકાસ યોજના……

NEET SYLLABUS